સંજય રાઉતનો દાવો- અમને 170 કરતાં વધુ ધારાસભ્યોનું સમર્થન

2019-11-03 2,121

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈ ભાજપ અને શિવસેના વચ્ચે ગતિરોધ જારી છે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે રવિવારે એવો દાવો કરતા કહ્યું હતું કે અમને 170 કરતાં વધારે ધારાસભ્યોનું સમર્થન છે આ આંકડો 175 પણ હોઈ શકે છે અત્યાર સુધીમાં સરકાર બનાવવાને લઈ અમારી ભાજપ સાથે કોઈ જ વાતચીત થઈ નથી મુખ્યમંત્રી પર સહમતિ બને ત્યારબાદ જ આગળ ચર્ચા થશે બીજીબાજુ મહારાષ્ટ્રના ભૂતપુર્વ મુખ્યમંત્રી અને NCP નેતા અજીત પવારે કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પ્રથમ વખત સંજય રાઉતે તેમનો સંપર્ક કર્યો છે અને સંદેશ મોકલ્યો છે તે સમયે અજિત એક બેઠકમાં હતા જોકે તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં જ રાઉત સાથે તેઓ વાત કરશે

Videos similaires