ટ્રાવેલ ડેસ્કરેલવેએ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર એમ ચાર રાજ્યમાંથી પસાર થતી અમદાવાદ - દરભંગા જનસાધારણ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડવાની સાથે તમામ કોચ પર સરદાર પટેલના જીવન ચરિત્રને દર્શાવ્યું છે અમદાવાદ ડિવિઝનના રેલવેના જણાવ્યા પ્રમાણે, રવિવારે અમદાવાદથી દરભંગા જનારી જનસાધારણ એક્સપ્રેસમાં એલએચબી કોચ જોડાશે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવા રેલવેએ એલએચબી કોચની બહારની બાજુ સરદાર પટેલના જીવન ચરિત્ર, જીવનગાથા તેમજ દેશ માટે તેમણે આપેલા બલિદાનના ઇતિહાસને તસ્વીરો સ્વરૂપે દર્શાવાયું છે