મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સૌથી મોટા પક્ષ ભાજપ અને શિવસેના વચ્ચે સરકાર બનાવવાને લઈ તણાવ જોવા મળી રહ્યો છે ભાજપ પાંચ વર્ષ સુધી પોતાના જ મુખ્યમંત્રીને ઈચ્છે છે, જ્યારે શિવસેના 50-50 ફોર્મ્યુલા પર અડગ છે દરમિયાન AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે એક ટીખળ કરતા જણાવ્યું છે કે બજારમાં હવે નવા 50-50 બિસ્કીટ આવ્યા છે બીજીબાજુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે શનિવારે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા બેઠક પૈકી ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠક મળી છે બહુમતિ માટે 145 આંક મેળવવો જરૂરી છે NCP 54 બેઠક સાથે ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલ છે જ્યારે કોંગ્રેસને 44 બેઠક મળી છે