તીસ હજારી કોર્ટના સીસીટીવી ફૂટેજ, કેવી રીતે વકીલોના ટોળાએ પોલીસ પર કર્યો હતો હુમલો

2019-11-03 81

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દિલ્હીની તીસ હજારી કોર્ટ પરિસરમાં થયેલ ઝડપમાં પોલીસ કાર્યવાહીની નિંદા કરી, આ હિંસક ઝડપમાં 10 પોલીસકર્મી અને કેટલાંક વકીલો ઘાયલ થયા હતા બીસીઆઈએ પોલીસ કાર્યવાહીને ક્રુર કરાર આપી પોલીસ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી અને સોમવારે દિલ્હીની તમામ જિલ્લા અદાલતોમાં કામનો બહિષ્કાર કર્યો હતો તો બીજી બાજુ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે વકીલોનું એક ટોળું કોર્ટ લોકઅપમાં ઘૂસી આવે છે અને પોલીસની પીટાઈ કરે છે એક પોલીસકર્મીને તો બેલ્ટથી એટલો માર્યો કે ત્યાંજ બેહોશ થઈ ગયો હતો