મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં 6-7 નવેમ્બરે વેરાવળના દરિયાકાંઠે ત્રાટકે તેવી હવામાન વિભાગે દહેશત વ્યક્ત કરી છે જે અંતર્ગત સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાં થતાં મોટાભાગના પાકને નુકસાન થતાં ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છેઆગાહી મુજબ મહા વાવાઝોડું4 નવેમ્બર સુધી વેરિસિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનશે જે બાદમહા વાવાઝોડું નબળું પડી દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠા તરફ આવશે આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થશે