શિવસેના સાંસદ સંજય રાઉતે પૂછ્યું- શું રાષ્ટ્રપતિ શાસનની વાત ધમકી છે?

2019-11-02 1,926

મહારાષ્ટ્રમાં સરકાર ગઠન વિશે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે શનિવારે શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ નેતા સુધી મુનગંટીવાર સામે આકરા પ્રહાર કર્યા છે રાઉતે કહ્યું છે કે, ભાજપ શું ધારાસભ્યોને ધમકી આપી રહ્યા છે? શુક્રવારે મુનગંટીવારે કહ્યું હતું કે, રાડ્ય રાષ્ટ્રપતિ શાસન તરફ આગળ વધી રહ્યું છે

રાઉતે કહ્યું, રાજ્યમાં સરકારના ગઠબંધનમાં વાર થઈ રહી છે અને સત્તાધારી પાર્ટીના એક મંત્રી એવું કહી રહ્યા છે કે, સરકારનું ગઠન નહીં થાય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે શું આ ચૂંટાયેલા ધારાસભ્યોને ધમકી છે?

બીજી બાજુ શરદ પવાર સાથે મુલાકાત વિશે રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં જે સ્થિતિ ઉભી થઈ છે, દરેક પક્ષ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, સિવાય શિવસેના અને ભાજપ તેમણે એવું પણ કહ્યું છે કે, શિવસેનાએ ગઠબંધન અંતર્ગત ચૂંટણી લડી છે અને અમે રાજધર્મનો ધર્મ નિભાવીને છેલ્લા શ્વાસ સુધી ગઠબંધનના ધર્મનું પાલન કરીશું

Videos similaires