45 ફૂટ ઉંડા ખાડામાં પડ્યો 9 ફૂટ લાંબો મગર, હાઈડ્રોલિક મશીનથી નીકાળ્યો

2019-11-02 83

રાજસ્થાનના સારથલ પાસે આવેલા કલમોદિયા ગામ પાસે નિર્માણાધીન બ્રિજના ખાડામાં મહાકાય મગર પડ્યો હતો અંદાજે 45 ફૂટ જેટલા ઉંડા ખાડામાં પડેલા આ 9 ફૂટ લાંબા મગરને બચાવવા માટે સ્થાનિકોએ રેસ્ક્યુ હાથ ધર્યું હતું જો કે તેમાં સફળતા ના મળતાં આખી ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતાં તત્કાળજ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી લગભગ 17 કલાકની જહેમત બાદ આ મગરને હાઈડ્રોલિક મશીનના સહારે બહાર નીકાળાયો હતો જે માટે ફોરેસ્ટની રેસ્ક્યુ ટીમે તેને દોરડાથી મોંઢે ફંદો બનાવીને ઉંચક્યો હતો સહીસલામત રીતે તેને બચાવીને બાજુની નદીમાં છોડી દેવાયો હતો મગરમચ્છને જોવા માટે પણ ગામલોકોનાં ધાડેધાડાં ઉમટી પડ્યાં હતાં

Videos similaires