સુરતઃમહા નામના વાવાઝોડાનો કહેર હવે દેખાવા લાગ્યો છે વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયા કાંઠાની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર વર્તાવા લાગી છે દક્ષિણ ગુજરાતમાં મોડીરાત્રીથી ઝરમર શરૂ થયેલા વરસાદી ઝાંપટાના કારણે ડાંગના ધરમપુરમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ઓલપાડમાં ઉભા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે લગભગ દક્ષિણ ગુજરાતમાં 40 હજાર એકરમાં થયેલા ઉભા પાકનો સોથ વળી ગયો છે