હિંમતનગરના નવાનગરકંપા ગામે 20થી વધુ લોકો ડેન્ગ્યૂની ઝપેટમાં, તમામને સારવાર હેઠળ ખસેડાયા

2019-11-01 53

સાબરકાંઠાઃસાબરકાંઠા જિલ્લામાં ડેન્ગ્યૂનો કહેર યથાવત્ છે હિંમતનગરના નવાનગરકંપા ગામે ડેન્ગ્યૂ વકર્યો છે ગામમાં મહિલા, પુરુષો અને બાળકો સહિત 20થી વધુ લોકો ડેન્ગ્યૂનો શિકાર બન્યાં છે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે ગામલોકોમાં આરોગ્ય તંત્રની બેદરકારી સામે રોષ ફેલાયો છે હાલ તમામ દર્દીઓને સારવાર હેઠળ છે આ મામલે જિલ્લાના આરોગ્ય અધિકારીને પૂછતાં માત્ર 45 જ કેસ હોવાનું જણાવ્યું હતું મહત્વનું છે કે, આ જ રીતે જો તંત્ર બેદરકારી દાખવતું રહેશે તો આગામી સમયમાં ડેન્ગ્યૂના દર્દીઓમાં વધારો થાય તે વાતમાં શંકાને સ્થાન નથી

Videos similaires