બળાત્કારના નવ મહિના બાદ પણ આરોપી ન પકડાતા યુવતીના પરિવારજનોમાં રોષ

2019-11-01 1

ગીર-સોમનાથઃકોડીનારના મિતિયાજ ગામે યુવતી પર થયેલા બળાત્કારના મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હોવા છતાં પોલીસે આરોપીની ધરપકડ ન કરી હોવાથી યુવતીના પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે ફરિયાદના અઠવાડિયા પછી પણ પોલીસે કોઇ કાર્યવાહી ન કરી હોવાથી યુવતીના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે, યુવતીના બળાત્કાર પછી તેને ગર્ભ રહ્યો હતો અને 9 મહિના બાદ તેની પ્રસુતિ પણ કરવામાં આવી હતી તે છતાં આરોપી પોલીસ પકડની બહાર હોવાથી પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે

Videos similaires