અમદાવાદ: ગુજરાત પર ‘વાયુ’ બાદ ‘મહા’ વાવાઝોડાની આફત આગામી 6 અને 7 નવેમ્બરના રોજ આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે 6 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે