બિલાવલ ભુટ્ટોએ ઈમરાન ખાનને કઠપુતળી ગણાવ્યા, કહ્યું- કોઈ તાનાશાહ આગળ નહીં ઝુકીએ

2019-11-01 5

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ શુક્રવારે પેશાવરમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી સરકાર વિરોધી માર્ચમાં ભાગ લીધો હતો બિલાવલે આ સમયે કહ્યું હતું કે, અમે કોઈ પણ તાનાશાહીની આગળ નહીં ઝુકીયે સત્તાનું કેન્દ્ર જનતા છે, સરકાર નહીં તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ કઠપુતળી ગણાવ્યા હતા

બિલાવલે કહ્યું, દરેક વિપક્ષી પાર્ટી વડાપ્રધાનને આ એક સંદેશ આપવા માટે એક મંચ પર ભેગી થઈ છે કે, હવે તેમણે પદ છોડવાનો સમય આવી ગયો છે પાકિસ્તાનમાં અંદાજે એક વર્ષથી ઈમરાનનો વિરોધ થઈ રહ્યો છે વિપક્ષી પાર્ટીઓ તેમના રાજીનામાની માંગણી કરી રહી છે જોકે ઈમરાને સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ વડાપ્રધાન પદ નહીં છોડે

Videos similaires