વડોદરા-હાલોલ રોડ પર કન્ટેનટર પાછળ કાર ઘૂસી જતા એકનું મોત

2019-11-01 5,289

હાલોલઃ વડોદરા-હાલોલ રોડ ઉપર ખંડીવાડા ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલના બ્રિજ પર દારૂ ભરેલી કાર કન્ટેનર પાછળ ઘૂસી જતા ચાલકનું મોત નીપજ્યું હતું અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ પણ મળી આવ્યો હતો વાઘોડિયા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલોલથી વડોદરા તરફ જઇ રહેલી મહારાષ્ટ્ર પાર્સિગની દારૂ ભરેલી સ્વિફ્ટ કાર રસ્તામાં ઉભેલી કન્ટનેર પાછળ ઘૂસી ગઇ હતી આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતગ્રસ્ત કારમાં દારૂ ભરેલો હતો જેથી રસ્તામાં જતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી કાર કન્ટેનરની પાછળ એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, કન્ટેનરની ચેસીસ તૂટી ગઈ હતી વાઘોડિયા પોલીસે અકસ્માત અને પ્રોહિબિશનનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Videos similaires