કેલિફોર્નિયાની આગથી હોલિવૂડ હસ્તીઓનાં ઘર રાખ, નવ હજાર એકરમાં ફેલાઈ

2019-11-01 1,389

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ગયા અઠવાડિયે શરૂ થયેલી આગ સતત વધુને વધુ વિસ્તારમાં ફેલાઈ રહી છે હવે આગ લોસ એન્જલસ સુધી પહોંચી ગઈ છે આગથી ત્રણ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે સોનોમા કાઉન્ટી આગથી સૌથી વધુ પ્રભાવિત છે આ વિસ્તાર બિયર અને અન્ય આલ્કોહોલ ડ્રિંક્સ માટે પ્રખ્યાત છે અનેક વીઆઈપી હસ્તીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે નવ હજાર એકરમાં ફેલાયેલી આગના કારણે આર્નોલ્ડ શ્વાર્ઝનેગર, કાર્લ ગ્રેગ, બાસ્કેટ બોલ ખેલાડી લેબ્રોન જેમ્સ જેવા અનેક વીઆઈપીએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા છે અહીં સ્થિત આશરે દસ હજાર ઘરને તાત્કાલિક ખાલી કરવાનો પણ હુકમ કરાયો છે ઉત્તરી વિસ્તારમાં સ્થિત દારૂ બનાવતી 150 વર્ષ જૂની ફેક્ટરી સોડા રોક વાઈનરી પણ આ આગમાં ખાક થઈ ગઈ છે