જાપાનમાં 600 વર્ષ જૂની હેરિટેજ સાઇટ જેને શુરી કાસલ(કિલ્લો) કહેવાય છે તેમાં ભયંકર આગ લાગતા તેનો મોટાભાગનો વિસ્તાર બળી ગયો છે મોડી રાત્રે 240ની આસપાસ ફાયરફાઇટર્સને આગને લગતો કોલ આવ્યો હતો આ કિલ્લો ઓકિનાવાની રાજધાની નાહામાં છે આ સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પણ છે અને તે 14મી સદીના રુયુક્યુ સામ્રાજ્યનું કેન્દ્ર હતો આગ લાગ્યા બાદ આસાપાસની લાકડાની ઇમારતોમાં તે ફેલાઇ હતી