કાલથી સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ ખુલશે, રાજકોટમાં આજથી મગફળી અને કપાસથી યાર્ડ ઉભરાયું

2019-10-31 285

રાજકોટ: આવતીકાલે લાભ પાંચમથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ ખુલી રહ્યા છે ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડ આજથી મગફળી અને કપાસથી ઉભરાય ગયું છે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ઉપજ લઇને માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યા છે ત્યારે એક વેપારી દ્વારા જણાવાયું હતું કે, વરસાદી માહોલમાં ખુલ્લા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી અને કપાસ લઇને આવી રહ્યા છે પરંતુ અમે તેને વાહનમાં જ રાખવાનું કહ્યું છે જેથી વરસાદ પડે તો તેનો પાક પલળે નહીં અને કાલે વાહનમાં જ સીધી હરાજી કરવામાં આવશે

Videos similaires