Speed News: હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી

2019-10-30 3,171

હવામાન વિભાગે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે આ સાથે જ હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે જોકે, ગુજરાતમાં આ વર્ષે 145 ટકા વરસાદ ખાબકતા 20થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી જેથી ખેડૂતોની સ્થિતિ વધુ ગંભીર બની છે ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી છેઆજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં બપોર પછી પલટો જોવા મળ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે રાજકોટમાં સવારે એકદમ ચોખ્ખું વાતાવરણ જોવા મળ્યું હતું રાજકોટ શહેરના ગોંડલ ચોકડી સહિત અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી

Videos similaires