રાહુલ ગાંધી ઓક્ટોબરમાં ફરી વિદેશ યાત્રા પર,કોંગ્રેસે કહ્યું- રાહુલ ધ્યાન કરવા ગયા

2019-10-30 1

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનામાં ફરી બીજી વખત વિદેશ પ્રવાસે ગયા છે ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રાહુલ સોમવારે જ વિદેશ યાત્રા માટે રવાના થઈ ગયા છે તેઓ એક સપ્તાહ ત્યાં રહે તેવી શક્યતા છે બીજી બાજુ તેમની પાર્ટી ખરાબ અર્થવ્યવસ્થાના મુદ્દે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહી છે કોંગ્રેસ 1થી 8 નવેમ્બરની વચ્ચે 35 પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે 5થી 15 નવેમ્બરની વચ્ચે આ મુદ્દે દેશ વ્યાપી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે

રાહુલની વિદેશ યાત્રા વિશે પાર્ટી પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ બુધવારે તેમનો પક્ષ રજૂ કર્યો હતો તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી પહેલાં પણ સમયાંતરે ધ્યાન ધરવા વિદેશ યાત્રાએ જતા હતા પાર્ટીના વિરોધ પ્રદર્શનની રુપરેખા તેમના માર્ગદર્શનમાં જ તૈયાર કરવામાં આવી છે

Videos similaires