વડોદરામાં થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા બાળકનું મોત

2019-10-30 1,355

વડોદરાઃ વડોદરા નજીક આજવા ખાતે આવેલા આતાપી વન્ડર લેન્ડ થીમ પાર્કની 10 ફૂટ ઊંડી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે ઘટનાની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલા મહુધાનો પરિવાર 8 જેટલા બાળકોને લઇને દિવાળી વેકેશનમાં વડોદરા નજીક આજવા ખાતે આવેલા વન્ડર લેન્ડ થીમ પાર્ક ખાતે ગયો હતો જ્યાં મંગળવારે સાંજે તમામ બાળકો ડાન્સિંગ ફૂવારામાં નહાવા ગયા હતા જ્યાંથી 12 વર્ષનો બાળક હસનેન મનસુરી સાંજે 6:30 વાગ્યે કપડા બદલવા માટે થોડે દૂર ગયો હતો જ્યાં 10 ફૂટ ઊંડી અન્ડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગયો હતો જ્યાંથી બહાર કાઢીને તુરંત જ બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યા રાત્રે 10:26 વાગ્યે ડોક્ટર્સે મૃત જાહેર કર્યો હતો જેથી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો

Videos similaires