ઉદેપુર પાસે અકસ્માતમાં મોતને ભેટેલા પાદરાના 5 લોકોની અંતિમયાત્રા

2019-10-30 22,182

વડોદરાઃ રાજસ્થાનના ઉદેપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં વડોદરા નજીક આવેલા પાદરાના 5 લોકોના મોત થયા હતા પાદરામાં આજે પાંચેયની અર્થી ઉઠતા આખુ ગામ શોકાતુર બની ગયુ હતું પાદરાના ત્રણ પરિવારો દિવાળીના વેકેશનમાં રાજસ્થાનના શ્રીનાથજી ખાતે ફરવા માટે ગયા હતા રાજસ્થાનના ઉદેપુર નજીક મંગળવારે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતાં એક બાળક સહિત 5 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી જોકે એક બાળકીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અકસ્માતમાં મોતને ભેટેલા તમામના મૃતદેહને પાદરા ખાતે લાવવામાં આવ્યા હતા મૃતક સુરેશભાઇ ડબકર, મીનાબેન ડબકર, દીક્ષિત પંચાલ, પવિત્ર પંચાલ અને મીનેશ ગાંધીના આજે પાદરામાં અંતિમ યાત્રા નીકળી હતી આ સમયે આખુ ગામ હિબકે ચડ્યું હતું