દિવમાં નાગવા બીચ પર દારૂના નશામાં યુવાનો વચ્ચે મારામારી થઇ, વીડિયો વાઇરલ

2019-10-30 42,021

દિવ: દિવાળીના વેકેશનની રજા માણવા લોકો ફરવાલાયક સ્થળો પર પહોંચી ગયા છે ત્યારે પર્યટકો માટેનું સૌરાષ્ટ્રના પ્રખ્યાત દિવમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે નાગવા બીચ પર સહેલાણીઓના એક ગ્રુપ વચ્ચે દારૂના નશામાં મારામારી થઇ હતી આ વીડિયો કોઇએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે દિવ સહેલાણીઓ માટે ફરવાલાયક સ્થળોમાંનું એક છે ત્યારે દિવાળીની રજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે છેલ્લા ઘણા સમયથી દિવમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ દિવાળી આવતા જ મંદી દૂર થતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે નાગવા બીચ સહિતના સ્થળો પર રોજ લોકોની ભીડ જામી રહી છે

Videos similaires