બોલિવૂડનાસ્ટાર કિડમાંનો એક એવો તૈમૂર અલી ખાન પહેલી વાર ફોટોગ્રાફરો સામે ભડક્યો હોય તેવો વીડિયો વાઈરલ થવા લાગ્યો છે કરિના કપૂર સાથે હાથમાં ફટાકડાના પેકેટ લઈને જોવામળેલા છોટે નવાબને ફોટોગ્રાફરોએ દિવાળી વિશ કરીને ફોટો લેવાનું સ્ટાર્ટ કર્યું હતું પાપારાઝીઓથી ત્રસ્ત થઈ ગયો હોય તેમ તૈમૂર પણ તેમની સામે ગુસ્સે થયો હતો હેપ્પી
દિવાળીનો જાણે કે જવાબ જ ના આપવો હોય તેમ તે નોનો કહીને બૂમ પણ પાડવા લાગ્યો હતો તૈમૂરનાં આવાં તીખાં તેવર જોઈને બે ઘડી તો કરિના પણ નવાઈ પામી
હતી અંતે માંડ માંડ તેણે શાંતિથી સમજાવીને શાંત પાડ્યો હતો