નર્મદા જિલ્લામાં દેશના 200થી વધુ IAS, IPS, IFS જેવા સનદી અધિકારીઓ તાલીમ લઇ રહ્યા છે આ તમામ અધિકારીઓ દિવાળીના તહેવારની ઉજવણી વડિયા ગામે કરી હતા જિલ્લા પંચાયતથી વડિયા ગ્રામ પંચાયત સુધી ડીજેના તાલે આદિવાસી નૃત્ય કરતા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ટીમલી ડાન્સમાં મોજ પડતા તેઓ પણ ઝૂમી ઉઠ્યા હતા ગુજરાત બહારના તમામ અધિકારીઓ હોવા છતાં તેઓને ગુજરાતી ટીમલી ડાન્સ ખૂબ પસંદ પડ્યો હતો રાજસ્થાન કેડરના IAS તાલીમી અધિકારી અદિતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ટીમલી ડાન્સ અમે પહેલીવાર જોયો અને જેનું મ્યુઝિક જ એટલું સુંદર હતું કે નાચવાનું મન થઇ જાય અમને ખૂબ મજા આવી