એજ્યુકેશન સિસ્ટમનો શરમજનક વીડિયો, મેદાનમાં કોલેજે પરીક્ષા લીધી

2019-10-27 126

બિહારની શિક્ષણ વ્યવસ્થાની કથળતી હાલત દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં યૂઝર્સે પણ રોષ ઠાલવ્યો હતો બેતિયામાં આવેલી RLSY કોલેજમાંસ્નાતક પાર્ટ 3ની લેવાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખૂલ્લા મેદાનમાં બેસાડીને પેપર લખાવાયું હતું કોલેજની ક્ષમતા 2000 બેઠક વ્યવસ્થાની હતી તો સામે 5000 કરતાં વધુપરીક્ષાર્થીઓ ઉમટી પડતાં જ હાલાકી પડી હતી બેઠક વ્યવસ્થા મુદ્દે અફડાતફડી સર્જાતાં જ મેનેજમેન્ટે જ્યાં જગ્યા મળી ત્યાં પેપર લખવાની વ્યવસ્થા કરી હતી વીડિયો વાઈરલથયા બાદ સત્તાવાળાઓએ પણ પોતાની મજબૂરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કોલેજની ક્ષમતા કરતાં પણ વધુ પરીક્ષાર્થીઓ ફાળવી દેવાતાં આવી સમસ્યા સર્જાઈ હતી આ અંગે તેમણે ઉપરી અધિકારીઓને મેદાનમાં ટેન્ટ લગાવીને હંગામી વ્યવસ્થા કરવા પણ વાકેફ કર્યા હતા