અમદાવાદમાં 2 લાખની સોનાની ચેઇન ચોરતા બે ચોરો સીસીટીવીમાં કેદ

2019-10-26 1,479

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જવેલર્સના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરો રૂ2 લાખથી વધુની કિંમતની સોનાની ચેઈનની ચોરી કરી ફરાર થઇ ગયા છે બંને ચોર શો-રૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છેચાંદખેડામાં આવેલા તનિસ્ક જ્વેલર્સના શો-રૂમમાં શુક્રવારે બે શખ્સો ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા અને તેઓ સોનાની ચેઈનના કાઉન્ટર પર ગયા હતાં કાઉન્ટર પર હાજર મહિલા કર્મચારીને બંને શખ્સોએ સોનાની ચેઈનો બતાવવાનું જણાવ્યું હતું જેથી મહિલા કર્મચારીએ એક પછી એક સોનાની ચેઈન તેમને બતાવી હતી

Videos similaires