શિવસેના ગઠબંધનનો પ્રસ્તાવ લાવશે તો વિચાર કરીશું - બાલા સાહેબ થોરાટ

2019-10-26 1,245

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી (161 સીટ) મળી છે પરંતુ 50-50 ફોર્મ્યૂલા વિશે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન સરકાર કેવી રીતે બનાવવાની તેના નિવેદનો આવવા લાગ્યા છે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટે ગઠબંધન સરકારના સવાલ પર શુક્રવારે કહ્યું છે કે, શિવસેના તરફથી કોઈ પ્રસ્તાવ આવ્યો નથી પરંતુ જો એવું થશે તો આ વિશે પાર્ટી સીનિયર નેતાઓ સાથે વાત કરશે આ દરમિયાન એનસીપીના પ્રમુખ શરદ પવારે આ ગઠબંધનની શક્યતાઓને નકારી દીધી છે અને કહ્યું છે કે, અમે મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવીશું

288 સભ્યોવાળી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો મળી છે