સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકના રિવર રાફટિંગ પાસે પાણીમાં ડૂબેલા યુવાનનો બીજા દિવસે મૃતદેહ મળ્યો

2019-10-24 1,522

કેવડિયા કોલોની:રિવર રાફ્ટિંગના વાયરમેન તરીકે કામ કરનાર યુવાન તણાયો હોવાની વાત મળતા જ સ્થાનિક પોલીસ દોડતી થઈ,આજે બીજા દિવસે વડોદરા એનડીઆરએફ ટીમ બોલાવતા શોધખોળ બાદ મૃતદેહ મળ્યો હતો, અત્યાર સુધી 500થી વધુ પ્રવાસીઓએ આ રાફ્ટિંગની મઝા માણી છે રાફ્ટિંગ વખતે પ્રવાસીઓ ને લાઈફ જેકેટ સાથે ઘણા પ્રોટેક્શનો આપવામાં આવી રહ્યા છે અને પ્રોટેક્શન ગાર્ડ બોટ પણ સાથે રહે છે જેમાં પ્રવાસીઓ ઉછળીને નીચે પડે છે તો પણ તાત્કાલિક બચાવી લેવામાં આવે છે

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ માટે ખલવાણી જંગલમાં રિવર વોટર રાફટિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારે અહીંયા ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો અને નસવાડી છોટાઉદેપુરના કંકુવાસણ ગામનો યુવાન શિરીષ ભગુ તડવી તણાઈ ગયો હતો જેને આખી રાત તંત્ર દ્વારા શોધવામાં આવ્યો હતો
આ અંગે કેવડિયા પોલીસના જણાવ્યા મુજબ શિરીષ ભગુભાઈ તડવી અહિંયા ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો અને જમ્યા બાદ પાણી પીવા હાથ ધોવા ત્યાં જતા ખલવાણીમાં રિવર રાફટિંગ થાય ત્યાં પાણીમાં તણાઇ ગયો હતો ઘટનાની જાણ થતાં દોડધામ મચી જવા પામી હતી અને યુવાનની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મોડે સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હોય બીજા દિવસે ગુરુવારે બપોરે તેનો મૃતદેહ મળ્યો હતો

ઉલ્લેખનીય છે કે, નર્મદામાં રિવર રાફટિંગ શરૂ થયાને બે મહિના જેટલો સમય થયો છે ત્યારે યુવાન આ સ્થળે ડૂબી જતા ભારે ચકચાર મચી ગઈ હતી ત્યારે ત્યાં વધુ ઊંડાણ હોય સ્થાનિક તરવૈયા પણ જોખમ ખેડવા તૈયાર ન હોય આખરે વડોદરા એનડીઆરએફ ટીમને બોલાવી હતી તેને ખૂબ અદ્યતન સાધનો હોવાથી ઊંડાણમાંથી મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો તેમ કેવડિયા પોલીસે જણાવ્યું હતું ત્યારે હવે પ્રવાસીઓ માટે સુરક્ષા વધારવી જરૂરી બની છે

Videos similaires