કોંગ્રેસે રાધનપુર, બાયડ સહિત 3 બેઠક જીતી: ભાજપ ખેરાલુ અને અમરાઈવાડી સહિત 3 બેઠક જીત્યું

2019-10-24 3,160

ગાંધીનગરઃરાજ્યની 6 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીમાં છ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે જેમાં ત્રણ બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે કોંગ્રેસે ઉત્તર ગુજરાતની 3 બેઠકો કબજે કરી છે, જ્યારે એક બેઠક ભાજપ જીતી છે જેમાં ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે થરાદ બેઠક પર કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત 6390 મતે જીત્યા છે બાયડ બેઠક પર જશુભાઈ પટેલ જીતતા કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવામાં સફળ નીવડી છે જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠક જગદીશ પટેલ જીત્યા છે તેમજ લુણાવાડા બેઠક પર ભાજપના જિગ્નેશ સેવકની જીત થઈ છે

ગુજરાતની 6 બેઠક ઉપર સરેરાશ 5367 ટકા મતદાન નોંધાયું હતું અમદાવાદના અમરાઇવાડીમાં માત્ર 3469 ટકા જ્યારે ખેરાલુમાં 4619 ટકા મતદાન થયું હતું થરાદમાં 6893 ટકા, રાધનપુરમાં 6291 ટકા, બાયડમાં 6105 ટકા અને લુણાવાડામાં 5124 ટકા મતદાન થયું હતું પેટા ચૂંટણીમાં સરેરાશ 5676 ટકા પુરુષ તેમજ 5003 ટકા મહિલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

Videos similaires