કરતારપુર કોરિડોરના સંચાલન અંગે ભારત અને પાકિસ્તાને એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ભારતીય અધિકારીઓ પાકિસ્તાનના અધિકારીઓને ઝીરો પોઇન્ટ ખાતે મળ્યા હતા અને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા આ સમજૂત પર હસ્તાક્ષર થતા કોરિડોર ખોલવા જે ચાવીરૂપ કાયદાકીય અવરોધ હતો તે દૂર થઈ ગયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન નવ નવેમ્બરના રોજ આ કોરિડોરનું ઉદઘાટન કરશે આ અગાઉ બન્ને દેશ વચ્ચે બુધવારે એક સમજૂતીને લઈ જાહેરાત થઈ હતી, પરંતુ તારીખને લઈ સહમતિ થઈ શકી ન હતી આ સંજોગોમાં ગુરુવાર 24મી ઓક્ટોબરના રોજ બન્ને દેશના અધિકારીઓ મળીને સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા