અમદાવાદ: શહેરના નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડમાં એક બેકાબૂ બોલેરો પૂરપાટ ઝડપે ઘૂસી હતી બોલેરોએ સાત લોકોને અડફેટે લીધા હતા જેમાં બેની હાલત ખૂબ ગંભીર છે જ્યારે અન્યને નાની મોટી ઈજાઓ થઈ છે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ચાલક નાશાની હાલતમાં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે