પાકિસ્તાનની ટિક ટોક સ્ટાર હરિમ શાહે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં ઘૂસી એક વીડિયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હોબાળો મચ્યો છે વીડિયોમાં હરિમ આખી ઓફિસમાં ચહલપહલ કરતી પીએમની ખુરશી પર બેસી જાય છે જેના પર યૂઝર્સે વિદેશ મંત્રાલયની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી છે જોકે વીડિયો વાઇરલ થતાં તપાસના આદેશ પણ આપી દેવાયા છે જ્યારે આ બાબતે હરિમ શાહને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યુ કે મને વિદેશ મંત્રાલયમાં વીડિયો શૂટ કરવાની પરમિશન અપાઈ હતી તો પછી આવું કેમ?