સરકારની દિલ્હીના 40 લાખ લોકોને દિવાળી ગિફ્ટ

2019-10-23 534

કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હીની ગેરકાયદે કોલોનીમાં રહેતા લોકોને તેમના ઘરનો માલિક હક આપવા અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે- કેબિનેટના આ નિર્ણયથી દિલ્હીના 40 લાખ લોકોને ફાયદો થશે કેબિનેટે આ નિર્ણય ગેરકાયદે કોલોનીના નિયમીત અને કાયદેસરની કરવા માટેની સલાહ આપવા માટે બનાવેલી કમિટિના પ્રસ્તાવ અંગે લીધો છે

કેબિનેટના નિર્ણયથી દિલ્હીના 175 ચોરસ કિમી વિસ્તારમાં આવેલી 1,797 ગેર કાયદે કોલોનીમાં રહેનારા લોકોને ફાયદો થશે આ કોલોનીમાં રહેતા લોકોને હવે સંપત્તિનો માલિકી હક મળી શકશે, જેનાથી સંપત્તિનું ખરીદ વેચાણ કાયદેસર રીતે કરી શકાશે સરકારના જણાવ્યા પ્રમાણે, આ કોલોનીમાં મોટી સંખ્યામાં ઓછી આવકવાળો વર્ગ રહે છે હવે તેમને નાગરિક સુવિધાઓ માટે પણ હેરાન થવું નહી પડે, કારણ કે સરકાર દ્વારા આ કોલોનીઓમાં વિકાસના કાર્યો કરાશે