ઉનામાં પવન સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોની ઉપાડેલી મગફળી પર પાણી ફરી વળ્યું

2019-10-23 268

ઉના:સૌરાષ્ટ્રના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલ્ટો જોવા મળી રહ્યો છે ગઇકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં 1થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે આજે ફરી ઉના તાલુકાના મોટાભાગના ગામાડાઓમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા બે દિવસથી અસહ્ય બફારો જોવા મળી રહ્યો હતો ત્યારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતોએ પોતાનો મગફળીનો પાક લઇ રહ્યા છે ઉપાડેલી મગફળીપર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે

Videos similaires