રાજકોટ:છેલ્લા કેટલાંય સમયથી સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે બીજી તરફ તેની સીધી અસર ખરીદી પર જોવા મળી રહી છે છેલ્લા પાંચ મહિનાથી રાજકોટની સોની બજારમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો જો કે દિવાળીનો તહેવાર નજીક આવતા બજારમાંથી મંદીનો માહોલ ગાયબ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે ગ્રાહકો સોની બજારમાં ખરીદી કરવા સવારથી જ ઉમટી પડે છે વેપારીઓએ પણ ગ્રાહકોને આકર્ષવા કોઇ કસર છોડી નથી અને ઘડામણમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે