બાંગ્લાદેશે ભારતમાંથી ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાની અપીલ કરી છે બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવ આભલે અડી રહ્યા છે અહીં ડુંગળી કિલોના 90 થી 110 ટાકા (બાંગ્લાદેશી ચલણ)ના ભાવે વેંચાઈ રહી છે જેના માટે બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રી ટીપૂ મુનશીએ ભારતીય અધિકારીઓને ડુંગળી પરના પ્રતિબંધ અંગે વિચારણા કરવાની અપીલ કરી છે વધતા ભાવોના કારણે સામાન્ય માણસ માટે ડુંગળી ખાવી એ સપના સમું બની ગયું છે