નવી દિલ્હીમાં આવેલા રોહિણી વિસ્તારમાં બે બાઈકર્સે રસ્તે ચાલી જતી મહિલાના ગળામાંથી સોનાની ચેન તફડાવી લીધી હતી બેખૌફ ચેન સ્નેચરોનો આતંક સીસીટીવીમાં કેદ થયો હતો ચેન સ્નેચિંગની આ ઘટના 21 ઓક્ટોબરની છે જેના સીસીટીવી પોલીસે આરોપીઓેને પકડ્યા તેની ગણતરીની મિનિટો પહેલાં જ સામે આવ્યા હતા વીડિયોમાં પણ જોઈ શકાય છે કે બે યુવકોએ એક મહિલાનો બાઈક પર પીછો કરીને જેવો મોકો મળ્યો કે તરત જ તેના ગળામાંથી ચેન ખેંચી લીધી હતી મહિલા પણ કંઈ સમજે તે પહેલાં તો તેઓ બાઈક લઈને ફરાર થઈ ગયા હતા પોલીસ ફરિયાદ થતાં જ તપાસ અધિકારીએ પણ સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી હતી