કાશ્મીરની પત્રકાર આરતી ટિક્કૂ સિંહે મંગળવારે પાકિસ્તાનના આતંકવાદ અને તેનાથી પીડિત લોકોની વાત રજૂ કરી હતી વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશી મામલે એક સમિતિની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન 30 વર્ષથી ઈસ્લામિક જેહાદ, કટ્ટરવાદ અને આતંકવાદ ફેલાવી રહ્યા છે તેને હવે નજર અંદાજ કરી શકાય એમ નથીદક્ષિણ એશિયામાં માનવધિકાર મુદ્દે થયેલી સુનાવણીમાં આરતીએ કહ્યું કે, લશકર-એ-તોઈબાએ પત્રકાર શુજાત બુખારીની હત્યા કરી દીધી પાકિસ્તાનના આ આતંકી સંગઠને મુંબઈમાં હુમલો કર્યો હતો આ બધાને દુનિયાના સૌથી મોટા પત્રકાર સંગઠનો દ્વારા પણ નજરઅંદાજ કરવામાં આવે છે આને અત્યાર સુધીની સૌથી દુષિત પત્રકારિતા કહી શકાય