જસ્ટિન ટ્રુડો ચૂંટણી જીત્યા, પરંતુ અલ્પમતની સરકાર બનાવશે, ભારતવંશી જગમીત સિંહ કિંગમેકર બન્યા

2019-10-23 1,832

કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોની લિબરલ પાર્ટી ઓફ કેનેડાએ ચૂંટણી જીતી લીઘી છે પરંતુ તેઓ એકલાના દમ પર સરકાર બનાવી શકશે નહીં લિબરલ પાર્ટીને 157 સીટો મળી છે જે બહુમતના આંકડા કરતાં 13 ઓછી છે મુખ્ય વિપક્ષી નેતા એન્ડ્રયૂ સ્કીરની કન્ઝર્વેટીવ પાર્ટીએ 121 સીટ જીતી છે ચૂંટણીમાં ડાબેરી રુઝાનવાળી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એનડીપી)ના નેતા અને ભારતવંશી જગમીત સિંહ કિંગ મેકર બન્યા છે એનડીપીએ 24 સીટ (16%) જીતીબીજી બાજુ ભાગલાવાદી પાર્ટી બ્લોક ક્યૂબેકોઈસને 32 સીટો મળી છે આ પહેલાં સોમવારે થયેલી ચૂંટણીમાં અંદાજે 65 ટકા મતદાન થયું હતું ચૂંટમીમાં 18 પંજાબી સાંસદ બન્યા છે જેમાંથી 13 પંજાબી સાંસદ ટ્રુડોની પાર્ટીમાંથી છે ટ્રુડો બીજી વખત પીએમ બન્યા છે ટ્રુડોએ કહ્યું છે કે, કેનેડાની જનતાએ પ્રગતિશીલ એજન્ડાને પસંદ કર્યો છે 40 દિવસના ચૂંટણી પ્રચાર અભિયાનના કારણે કેનેડા સરકારમાં થયેલા કૌભાંડ અને લોકોની વધારે અપેક્ષાઓના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને શુભેચ્છાઓ પાઠવી છે