બેરોજગાર યુવતીએ ઈચ્છામૃત્યુની માંગ કરી, કલેક્ટરે પોતાના સંઘર્ષની કહાની સંભળાવી

2019-10-23 1

મધ્ય પ્રદેશના છત્તરપુરમાં આંગણવાડીકાર્યકર્તા તરીકે સિલેક્શન ના થતાં અરજદાર યુવતીએ હતાશ થઈને ઈચ્છામૃત્યુની માંગ કરી હતી કલેક્ટરના લોકસંવાદ કાર્યક્રમમાં જઈને તેણે આ આવેદન આપીને ભરતીમાં આચરાયેલા ભ્રષ્ટાચારની વાત કરી હતી કેશકલા નામની આ યુવતીએ રડતાં રડતાં પોતાની બેરોજગારીનો મુદ્દો પણ મૂક્યો હતો કલેક્ટર મોહિત બુંદસે પણ તેમના અનુભવ અને સૂઝબૂઝના કારણે ઈચ્છામૃત્યુની માગ કરનારી યુવતીને પોતાના સંઘર્ષની કહાની સંભળાવી હતી તેમણે આ યુવતીના સામે અનેક ઉદાહરણો મૂક્યાં હતાં જે સાંભળીને આ યુવતી પણ માની ગઈ હતી ને પોતાનું આવેદન પરત ખેંચ્યું હતું મોહિત બુંદસે જે રીતે આ યુવતીના જીવનમાં એક નવી આશાનો સંચાર કર્યો હતો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો
કલેક્ટરે યુવતીને કહ્યું હતું કે તેમના પિતા પણ બાળપણમાં જ ગુજરી ગયા હતા તેમની માતાએ મજૂરી કરીને બધા સંતાનોને ભણાવ્યા હતા જો તે સમયે તેમની માતાએ પણ આવું જ વિચાર્યું હોત તો આજે હું આઈએએસ ના બની શક્યો હોત જે કોઈ પણ સંઘર્ષ કરે છે તેને અવશ્ય સારું ફળ મળે છે

Videos similaires