રાજસ્થાનના જયપુરમાં બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચેનો કલહ સપાટી પર આવ્યો હતો સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ સ્થાનિક નેતાઓ સામે આક્રોશભર્યું વલણ અખત્યાર કર્યું હતું પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ બસપાના રાષ્ટ્રિય કોર્ડિનેટર રામજી ગૌતમ અને પ્રદેશ પ્રભારી સીતારામ મેઘવાલનું મોંઢુ કાળું કરીને ગઘેડા પર બેસાડીને વરઘોડો કાઢ્યો હતો કાર્યકર્તાઓએ બંને પર ટિકિટો વેચવાનો આરોપ મૂક્યો હતો સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાઈરલ થતાં જ રાજસ્થાન બસપાની ફજેતી થતાં જ બસપા સુપ્રીમો માયાવતી સુધી આખો મામલો પહોંચ્યો હતો જે બાદ તેમણે પણ ટ્વિટ કરીને આ ઘટના પાછળ કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી
પક્ષના આંતરિક વિખવાદને દબાવવા માટે રાજસ્થાન કોંગ્રેસ પર આરોપ મૂકતાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પહેલાં રાજસ્થાન બસપાના ધારાસભ્યોને તેમની તરફ ખેંચી લીધા હતા હવે અમારી મૂવમેન્ટને ધક્કો પહોંચાડવા માટે અમારા સિનિયર નેતાઓ પર હુમલાઓ કરી રહી છે તે ખરેખર નિંદનીય અને શર્મનાક છે