સુરતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર પોલીસ અને આરોપીના સંબંધીઓ વચ્ચે હોબાળો મચ્યો

2019-10-22 757

સુરતઃ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર પોલીસ આરોપીના સગા વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો કોર્ટમાં લાવવામાં આવેલા આરોપીને પરિવારજનો મળવા જતા પોલીસ સાથે માથાકૂટ થઈ હતી જેથી આરોપીઓના સંબંધીઓ પોલીસના વાહન આડે સૂઈ ગયા હતાં રસ્તા પર વધતાં હોબાળાને કારણે પોલીસની વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જો કે, આરોપીના સંબંધીઓ વરસતા વરસાદમાં રોડ પર આડા સૂઈ ગયાં હતાં આખરે પોલીસે મામલો થાળે પાડ્યો હતો

Videos similaires