કોડીનાર: આ વર્ષે વરસાદને કારણે મગફળીનું ઉત્પાદન વધવાની શક્યતા છે ત્યારે ખેડૂતો ખેતરમાંથી મગફળી કાઢીને યાર્ડમાં આવી રહ્યા છે પરંતુ મગફળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે શરૂઆતમાં 1400થી 1500 રૂપિયામાં વેચાતી મગફળીના ભાવ 700 થઇ જતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કોડીનાર માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોની મગફળીના ભાવ 700 રૂપિયા બોલાતા ખેડૂતો વિફર્યા હતા અને હોબાળો મચાવી હરાજી બંધ કરાવી હતી તેમજ માર્કેટ યાર્ડના દરવાજા બંધ કરાવી દીધા હતા