વેરાવળમાં 5 શખ્સ પ્લાસ્ટિકનાં કારખાનામાંથી દોઢ લાખની રોકડની ચોરી કરી ફરાર

2019-10-22 251

સોમનાથ: વેરાવળામાં 5 શખ્સોએ પ્લાસ્ટિકના કારખાનામાંથી દોઢ લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ઘટનાની વિગત અનુસાર સાંઈબાબા મંદિર પાછળ ડારી રોડ પર આવેલા મહાદેવ એન્ટરપ્રાઈઝમાં વહેલી સવારે 3 વાગ્યે કારખાનાનું મુખ્ય શટર ઉચકાવી લૂંટારૂઓ કારખાનામાં ઘુસ્યા હતા 5 શખ્સો પૈકી 2 શખ્સ ઓફિસની અંદર ઘુસ્યા હતા અને જ્યારે 3 શખ્સ બહાર ઉભા રહીને નજર રાખી રહ્યાં હતા કારખાનામાં અંદર ઘુસેલા 2 શખ્સોએ દોઢ લાખની રોકડની ચોરી કરી હતી અને બાદમાં પાંચેય શખ્સ ફરાર થઈ ગયા હતા જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી

Videos similaires