વડોદરામાં નમકીન ડિસ્ટ્રીબ્યુટરના માલ ભરેલા ટેમ્પોને ચોરી કરીને કર્મચારીએ વેપારીને વેચી દીધો

2019-10-22 203

વડોદરા: વડોદરા શહેરના જાણીતા નમકીનના ડિસ્ટ્રીબ્યુટરનો માલ ભરેલો ટેમ્પો ચોરી જઇને વારસીયાના વેપારીને વેચી દેનાર આરોપીને મોડી સાંજે બાપોદ પોલીસના હવાલે કરાયો હતો પરંતુ, બાપોદ પોલીસે કોઇ પણ કાર્યવાહી કર્યાં વિના તેને રવાના કરી દીધો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે એતો ઠીક આ આરોપીએ એક વર્ષ પહેલાં પોતાના મિત્રોને બાતમીને આ જ ડિસ્ટ્રીબ્યુટરના રૂપિયા 3 લાખની લૂંટ ચલાવવામાં મદદ કરી હતી