કલોલમાં ભર બપોરે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી

2019-10-21 172

કલોલ:કલોલના બજાર વિસ્તારમાં આવેલ વેપારીજીનમાં આજરોજ બપોરના પાર્ક કરેલી કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે આસપાસમાં દોડધામ મચી ગઇ હતી ફાયર બ્રિગેડે આગ સમયસર આગ પર કાબૂ મેળવતા આસપાસના વાહનોનો બચાવ થયો હતો

ફાયર બ્રિગેડે આગ બૂઝાવતા આસપાસના વાહનો આગથી બચ્યા
મળતી માહિતી મુજબ બપોરે 2:30 પાર્ક કરેલી કારમાં (GJ-18-BH-5966) કોઈ કારણોસર આગ લાગી હતી જોત જોતામાં આગની જ્વાળાઓ ફરી વળતા આસપાસના વાહનો પણ કાંઈ આગની લપેટમાં આવે તેવી દહેશત ફેલાઈ હતી ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા કલોલ ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને કાર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગ પર કાબુ મેળવી લેવા આસપાસમાં પાર્ક કરેલા વાહનોનો બચાવ થયો હતો

Videos similaires