નવી દિલ્હી:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પોલીસ સ્થાપના દિવસ પ્રસંગે એક પરેડમાં ભાગ લીધો હતો આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે દેશ આઝાદ થયા બાદ અત્યાર સુધીમાં 34,800 પોલીસ કર્મી ફરજ પર શહીદ થયા હતા આ તમામ શહીદોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમણે કહ્યું હતું કે શહીદોની આ યાદીમાં આ વર્ષ 292 પોલીસ કર્મીના નામ ઉમેરાયા છે ખાખી વર્દીધારી પુરુષ અને મહિલાઓને લીધે જ આજે ભારત વિશ્વમાં શક્તિશાળી દેશ બની શક્યો છે