બાવળાના કિંગ્સ વિલા બંગ્લોઝમાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા

2019-10-21 896

અમદાવાદ: બાવળા - આદરોડા રોડ પર આવેલા કેન્સ વિલે બંગ્લોઝમાં બર્થ ડે પાર્ટી કરતા 10 નબીરાની બાવળા પોલીસે ધરપકડ કરી છે અમદાવાદના થલતેજમાં રહેતા ભાવિત પારેખ નામના યુવકનો બર્થ ડે હોવાથી બંગલાનું એક દિવસનું રૂ 20 હજાર ભાડું ચૂકવી અને આ પાર્ટી યોજી હતી ઝડપાયેલા નબીરાઓ અમદાવાદ અને રાજકોટના રહેવાસી છે પોલીસે 6 ગાડીઓ, મોબાઈલ ફોન, દારૂની બોટલો સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે પોલીસે રૂ 99,53,645નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટની કલમ 65ઈ, 66(1)બી 68, 85(1), 84, 81 મુજબ આરોપીઓની ધરપકડ કરી હતી

Videos similaires