સુરતના અડાજણમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીના મોતથી પરિવારે હોસ્પિટલમાં હોબાળો

2019-10-21 16,941

સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પેટના દુઃખાવા બાદ ધોરણ નવની વિદ્યાર્થિનીને ઈન્જેક્શન અપાયું હતું ઈન્જેક્શન બાદ વિદ્યાર્થિનીનું મોત થતાં પરિવારજનોએ તબીબની બેદરકારી કારણે મોત થયાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો ધ્વનિ બાબુભાઇ ચૌહાણ ઉવ 14 રહે B 204 સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ, પાલ અડાજણ, ધોરણ નવમા અભ્યાસ કરતી હતીશનિવારે પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો બાદમાં ટૂંકી સારવાર આપી બીજા દિવસે આવવા કહેલું હોસ્પિટલમાં બીજા દિવસે બોટલ ચડાવાયેલી અને બાદમાં તેણીનું મોત નીપજ્તાં પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલની બેદરકારી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો હોસ્પિટલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી