યુદ્ધ વિરામની જાહેરાતના અમુક કલાક પછી જ તૂર્કીએ હુમલા શરૂ કર્યા, રાતભર બોમ્બમારો

2019-10-20 2,876

અંકારા/ દમાસ્કસ:તૂર્કીએ સીરિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં શુક્રવારે જોરદાર બોમ્બમારો કર્યો હતો જેમાં 20 નાગરિકો મૃત્યુ પામ્યા આશ્ચર્યની વાત છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમુક કલાકો પહેલા જ 5 દિવસ સુધી યુદ્ધવિરામ સમજૂતી થયાની માહિતી આપી હતી બીજી બાજુ તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ધમકી આપી છે કે હજુ બોમ્બમારો વધશે ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે યુદ્ધવિરામના 5 દિવસમાં કુર્દ લડવૈયાઓ સરહદથી નજીકના યુદ્ધગ્રસ્ત શહેર રાસ અલ એન સહિત એ બીજા વિસ્તારોમાંથી નીકળી જશે જ્યાં તૂર્કી નિયંત્રણ ઈચ્છે છે કુર્દ લડવૈયાઓના પ્રવક્તા મુસ્તફા બાલીએ ટ્વિટ કરી જણાવ્યું કે તૂર્કીના હુમલા જારી છે, તેણે રહેણાંક વિસ્તારોની સાથે હોસ્પિટલને નિશાને લીધી છે

Videos similaires