ધોરડો: કચ્છના સફેદ રણમાં આ વર્ષે સારા ચોમાસાને કારણે પાણી ભરાઇ ગયા છે રણોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે સફેદ રણમાં ટેન્ટ સિટી ઊભું કરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે જેના કારણે સફેદ રણ વિખ્યાત છે એ નમક સરોવરના સ્થાને હાલમાં પાણી છવાયેલું છે તે પાણી નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ઉતરશે અને ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સફેદી દેખાશે